“જાતું બચપણ ..ગાતું બચપણ “


ગોટમોટ વળી ગયેલા તડ્કાની સાખે

મારે વડવાઇના ઝૂલણા ઝુલવા’તા સખી….

 

કોડી પાંચિકા ને લસલસતા ઠિકરાઓ

કોઇના ઇજારા જેવી મબલખ લખોટીઓ

મારા આજ ગવાયેલા ગાણા ગાવા’તા સખી…

 

મા ની મહોબ્બતની સુખડી ને સેવમમરા

બાપુના આગમન સાથે ચગડેલી ચોકલેટ

જીવાયેલા દિવસોને ફરીથી જીવવા’તા સખી….

 

ઉંઘરેટી આંખોએ જોયેલી બાપુની વારતા

એમા આવે રાજકુમારને લગન રાજકુમારીના

માની એ આંખોના આંસુ મારે લુછવા’તા સખી…..

 

ભાર લાગ્યો..? કે કરી દીધો હથેવાળ મારો

જીવી ક્યા આંગણે અને જીવીશ ક્યાં આંગણે

મારે બાળપણના સોલણા હજુ જોવા’તા સખી………….

hemal dave 

24/5/12

 

Advertisements

One thought on ““જાતું બચપણ ..ગાતું બચપણ “

  1. ભાર લાગ્યો..? કે કરી દીધો હથેવાળ મારો
    જીવી ક્યા આંગણે અને જીવીશ ક્યાં આંગણે
    મારે બાળપણના સોલણા હજુ જોવા’તા સખી………….khub saras

પ્રતિભાવ..

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s