“ હાઇવે “


 રવિવારીય સવારની “ હાઇવે “ ની સફર જાણે આખા વીકનો થાક ઉતારતી ગઈ અને આવનારા ….વીકને આનંદદાયક બનાવી ગઈ….!! જુદી  જુદી અનુભૂતિઓનો સૂર એક  જ ….ક્લાસ મૂવી …….!!

                               મારા જેવા, કુદરતને જ  ભગવાન માનનારા લોકો માટે તો મીઠી મધુરી રસ માધુરી જેવી સ્વીટ ડિશ….માનવીય સંવેદનો જેને પકડતા આવે તેને માટે હ્રદય ભરાઈને આંસુ વાટે છલકાય જાય એવી લાગણી….અને બધા જ કુદરતી દ્રશ્યોને કુદરતી સ્મિત અને કુદરતી અભિનયથી ભરી દેતી આલિયા ભટ્ટ ….રણદિપ હુડાની મસલગીરી..એની બોલી ….ભલે ક્યાંક સમજમાં ન આવી પરંતુ એના સંવેદનો જરૂરથી પકડાયા  …….સુભાનઅલ્લા.!

 

                               રહી વાત સ્ટોરીની ક્યાંક તૂટતી જણાય પરંતુ એની પકડ છૂટતી ન જણાય..લાગણીની ભાષા જાણનારા માટે એ સ્ટોરી ક્યાય અજાણ બનીને ન રહે …હું તો બસ એક અલગ ભાવવિશ્વમાં તણાતી રહી હતી કે વચ્ચે આવતા લાકડા પત્થર મને તો ક્યાંય અડચણ રુપ ન લાગ્યા.

                           ટ્રકનો અવાજ પહેલી વાર મીઠો સંગીતમય લાગ્યો ને એમાં સવાર લોકો જાણે સંગીતકાર જેવા…!! ને સાથે એ.આર.રહેમાનની કારીગરી આખી ફિલ્મમાં આપણી જાણબહાર જાન પૂરતી જાય છે. કોઈની એક્ટિંગ નબળી દેખાય નહીં અથવા હશે તો અનુભવાય નહીં.

                         નાનપણમાં થનારા ચાઇલ્ડ એબ્યુઝ્મેંટ જેવા કેસના તાણાવાણા જે રીતે ગૂંથાયા છે ને એનો એક એક તાર એક એક સંવેદનને જે રીતે રજૂ  કરાયું છે એ જોઈને આહ સાથે વાહ નીકળ્યા વગર ન રહે.એક છુપા સંદેશા સાથે થતી નાનકડી ડાયલોગ બાઝી  તમારા હ્રદયને તારતાર કરી નાખે ને એ સંવેદનશીલ ઘટનાનો અભિનય અલિયાને મહાન અભિનેત્રીઓની સમકક્ષ મૂકવા મજબૂર કરે તેવી ધાસું એક્ટિંગ એ નાનકડી છોકરી કરી ગઈ ને એને મળેલ વારસાને એ દીપાવી જાણશે એની ખાતરી આપી ગઈ.

                              રણદિપ હુડાની  ઘરમાં પ્રવેશ વખતની ગડમથલ ને એનું તૂટવું ..માં ની યાદ ને  અડીખમ પહાડ જેવી વ્યક્તિને પીગળતી જોઈને આલિયા ભટ્ટનું માં જેવુ સંભાળવું એ બન્નેની અભિનય કલાને એક અલગ મુકામ સુધી પહોંચાડી ગયું..   

                          મહેલની જિંદગીથી કંટાળેલી( કદાચ એ કંટાળો છે એ પણ ખબર નહોતી) એ છોકરીને તેના અપહરણને  આનંદદાયક સફર બનાવી દેવાની રીત આવડે છે.ક્યારેક એવું જ બને કે, કુદરતી નિર્માણ જ જીવનને તેના પડાવ સુધી પહોંચવામાં મદદરૂપ બને.બસ પરિસ્થિતીને કોસીને બેઠા રહેતા લોકો માટે એ ખરાબ અનુભવ બની રહે ને દરેક સ્થિતિને અનુભવનારા લોકો માટે એ પ્રકૃતિનું ગાન બનીને રહે.

                            બાકી ઘણું ઘણું છે જેના પર લખી શકાય પરંતુ બધાની સમજણશક્તિ મુજબ એ વાતને સમજવી પડે તેમ છે.કોઈને આ ફિલ્મ ધીમી લાગી ..કોઈને ડોક્યુમેન્ટરી લાગી ..કોઈને કુદરતી દ્રશ્યોની ભરમાર લાગી .કોઈને ભારતની ગંદી ગોબરી સડકો દેખાય .બ્લાં..બ્લાં..બ્લાં !!!

 

                                 પરંતુ એક જ વાત આજના સો કરોડના બિઝનેસ કરી ફિલ્મોને વિવેચકો વખોડતા નથી અથવા ઓછી વખોડે  છે એ જ યુગમાં કોઈ ડાયરેક્ટર એ કરોડની પરવા કર્યા વગર આવી લાખેણી ફિલ્મ બનાવે છે એ કઈ નાની સૂની વાત નથી. સંવેદનશીલ હોવું ને એ જ ઋજુતાથી કોઈની પાસે કામ કઢાવું એ અઘરી બાબત છે. કલાકાર સંવેદન પકડવામાં માહિર હોય તો ને તો જ આવું કામ કરી શકે. બાકી કાઢવા જાવો તો ભૂલો નીકળે પણ ગમતી એટલી બધી બાબત છે કે આવી ભૂલો તો નગણ્ય કરવી પડે…કારણ કે આપણી સંવેદના ત્યાં સુધી ન પહોંચતી હોય એવું બની શકે ..ઇમ્તિયાઝ અલીની દ્રષ્ટિ લાંબી લાગે. ને આપણી ઉણપ કે એ જે જુવે છે અથવા જોવડાવા માંગે છે એ સુધી ન જોઈ શકાય પણ એનો મતલબ એવો જરાય નથી કે એ ક્યાંય નિષ્ફળ છે.

                          પ્રેમને ફક્ત ને ફક્ત સેક્સની ભાષા માનનારા માટે એક અલગ ભાષા શીખવા મળશે….ઉંમર ..હોદ્દો .પૈસા ..સ્ટેટસની સાથે સ્પર્ધા કર્યા વગર જ સ્પર્શ..હુંફ ને બે ચાર વાતોથી પ્રેમની પરિભાષા વ્યક્ત થઈ શકે…નાનકડી સંભાળ અને એક નજર  એ અઢી અક્ષરને આખેઆખો રજૂ કરવામાં કામયાબી મેળવી જાય છે.

                      પંદર વર્ષો સુધી ઢબૂરાયેલી આગ આખી ફિલ્મ દરમ્યાન લબકારા મારે જ છે…! પણ જે ફાયર પ્રૂફ કપડાં પહેરીને જશે એને એ જ્વાળા નહીં અડે ને મારા જેવા તો એ આગની ઝપેટમાં લપેટાયને ઠંડક અનુભવશે….

                ઇનશોર્ટ જોવા જવાય ને જવાય જ ને, મન ભરીને મણાય….. ન આવડે તો માણતાં શિખાય..!! બની શકે સૂતેલી સંવેદનાને જગાડવામાં આવી ફિલ્મ જ કામયાબ બને……!!!

hemal dave

25/2/14

Advertisements

3 thoughts on ““ હાઇવે “

  1. મેં આજે જ ” હાઈવે ” ની સફર માણી… ખરેખર ઉમદા પીક્ચર છે.

પ્રતિભાવ..

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s