આજે એક સળગતો પ્રશ્ન ..જે આજના મા બાપને પીડા આપે છે ને આમ જોઇયે તો લગભગ બધા જ માં બાપ વત્તા ઓછા આ પ્રશ્નમાંથી પસાર થતાં જ હોય છે.

સરકારી ઓફિસમાં સારા એવા હોદ્દા પર કામ કરતાં આ ભાઈ જણાવે છે કે મારો 18 વર્ષનો  પુત્ર મારા કહ્યામાં નથી . શું કરવું એ જ સમજાતું નથી ને વધારે કહીયે તો એ ઘર છોડીને ચાલ્યા જવાની ને મરી જવાની ધમકી આપે છે. ને એની માગણીઓ હવે પોષી શકતા નથી. સમાજમાં માનપાન ધરાવીએ  છીયે ને સમાજના બીજા લોકો સલાહ લેવા આવે છે પણ મારા ઘરમાં મારૂ કઇં જ ઉપજતું નથી. આ બધી સ્થિતીથી કંટાળી ગયો છું.

આવો જ એક બીજો પ્રશ્ન એક બહેનનો છે એ સીંગલ મધર તરીકે દીકરીનો ઉછેર કરી રહ્યા છે ને એ દીકરી પણ તેના કહ્યામાં નથી.. ખોટું બોલવાની ટેવ ધરાવે છે .

  • આ બન્ને પ્રશ્નો એક સાથે લેવાનું કારણ આજના યુગની કોમન સમસ્યા છે ને સરખો પ્રશ્ન છે. સમસ્યાના મૂળ એક જ છે જવાબ કદાચ જુદો હોય શકે. ને એક વખત જો મૂળ પકડાઈ ગયા તો આ જે ફરિયાદ મા બાપની રહી છે તે જરૂર ઓછી થશે.
  • પહેલા તો બાળ ઉછેરથી આ પ્રશ્નના જવાબ મેળવવાનું શરૂ કરવું જોઇયે. એક બાળક જ્યારે જે ઘરમાં જન્મ લે છે ત્યારે એ આવા અવગુણ સાથે જન્મ નથી લેતું .એક નિર્દોષ બાળકને આપણો ઉછેર જ ગુણ અવગુણ શિખડાવે છે, અહિયાં મારો આશય ઉપરના બે માં બાપને તેના વાંક દેખાડવાનો નથી . પણ એક બાળકનો ઉછેર તેને કેવો બનાવે છે એ સમજાવાનો છે. આપણે હર હમેંશ સંતાનનો વાંક કાઢીએ છીયે પણ આપણે ક્યારેય આપણાં કરેલા ઉછેરનો વાંક કાઢતા નથી. નાનપણમાં માગેલું હાજર કરનારને જ્યારે એ જ સંતાન મોટું થાય ત્યારે એની માગણી સ્વીકારવી અસહય લાગે છે. બધી જ જીદ જો નાનપણમાં પોષી હશે તો અને તો જ એ સંતાન મોટું થઈને તમારી સામે ગમે તેવી માગણીઓ મૂકતાં અચકાશે નહીં. ને એને જાણ પણ હશે કે મારી માગણીઓ અત્યારે ભલે પાછી કઢાતી પણ ગમે ત્યારે એ પૂરી આ જ મા બાપ કરશે.
  • એક જ સંતાન હોવું જોઇયે એવું માનતા માતા પિતા તેમના બાળકનો ઉછેરમાં કૈંક ચૂકી જાય છે, આજે જ્યારે એક  જ બાળક હોય ,ને તે પણ વિભક્ત કુટુંબમાં ઉછરતું હોય ત્યારે એ બાળકમાં સંઘ ભાવના નો અભાવ રહેવાનો જ. બે ત્રણ ભાઈ બહેનોની વચ્ચે ઉછરેલા બાળકને ખબર હોય છે કે કેવી રીતે ક્યારેક આપણું મનગમતું ન થાય તો ચલાવી લેવું પડે.કોઈ પણ વસ્તુની ફરિયાદ કરતાં પહેલા એના પ્રતિભાવો કેવા હશે એનો ખ્યાલ એ બાળકોને જલ્દી આવી જાય છે. બધી જ માગણીઓ સંતોષાશે નહીં જ એ વાતનો  ખ્યાલ તેમણે મૂકતાં પહેલા જ હોય છે. અહિયાં તફાવત દર્શન કરાવવા પાછળનો ઉદ્દેશ આપણું પોતાનું આત્મમંથન કરવાનો છે.
  • તો પહેલા તો આત્મમંથનથી તમે જ જવાબ શોધો કે ઉછેરચૂક ક્યાં થઈ છે. આજે એ જ સંતાન તમને સામો જવાબ આપે છે તો કદાચ એવું બને કે નાનપણમાં તમે એને સાંભળ્યો જ હશે તેની ખોટી માગણીઓને સંતોષી જ હશે. ને કદાચ તમને જવાબ મળી જાય તો એ જ દિશામાં આગળ વધવું જોઇયે. નાનપણમાં રડીને ધમપછાડા કરીને પોતાની જીદ સંતોષતો બાળક મોટો થઈને આવા ઘર છોડવાના કે મરી જવાના ત્રાગા કરે એ કોઈ નવાઈની વાત નથી . તેના મોટા થવાની સાથે જ એની માગણી મોટી થઈ છે ને ત્રાગા કરીને જીદ પૂરી કરવાની રીત બદલાય ગઈ છે.
  • આવા સમયે ધીરજ તમારે રાખવાની છે ને સમજણ એને નહી તમારે કેળવવાની છે. થોડો પુત્રમોહ ટાળીને ( પ્રશ્નમાં પણ તમારો પુત્રમોહ તમારી પરેશાનીઓ સાથે પણ અનુભવાય છે ) તેના હિત માટે જ તમારે થોડા આકરા નિર્ણયો લેવા પડશે. પહેલા તો તમારે બન્ને પતિ પત્નીએ નક્કી કરવું પડશે કે કોઈ પણ એકના કરેલા નિર્ણયનો વિરોધ નહીં જ કરીયે, આપસી સહમતીથી, થોડી ધીરજથી કામ લેશો એટલે તમારા પુત્રને ખ્યાલ આવશે કે એક ની ‘ના’ એ બીજાની પણ ‘ના’ જ હશે. ધીમા ને મક્કમ સ્વરમાં બહુ થોડા શબ્દોમાં ને બને એટલી શાંતિથી તમારે એની અયોગ્ય માગણી નકારવાની છે. યાદ રાખશો કે બધી જ માગણી નહી નકારતા નહિ તો વિરુધ્ધ અસર થશે . તમારે તેની માગણીઓમાં ભેદ તારવવો પડશે ને એ ભેદ એ પોતે  સમજે તે ખૂબ જરૂરી છે. ના પાડવા સાથે થતાં એના એક પણ નાટક થી ગભરાવવાની જરૂર નથી. તમારા વીક પોઈન્ટ ને એ સારી રીતે જાણે છે ને હવે તમારે તમારા આ વીક પોઈન્ટને સ્ટ્રોંગ બનાવવા મહેનત કરવાની છે. ફક્ત એને સારા નરસાનું ભાન કરવવાની જરૂર છે. ને એ પણ જુદી રીતે.
  • સંતાન જ્યારે સામું બોલે ત્યારે બે ઘડી આપણે પણ ગરમ થઈ જઇયે છીયે ને એમ જ આગળ વાત વધતી જાય છે. તો થોડો સ્વભાવ પર કંટ્રોલ કરી મક્કમ સ્વરથી તેને ના કેમ પાડી શકાય એ જ તમારે શીખવું પડશે. તમારે અત્યાર સુધીના એના પ્રત્યેના તમારા વલણમાં ધરમૂળથી ફેરફાર કરવાનો છે. તેને તમારો આ ચેઈંજ નજરે ચડશે તે જ ક્ષણથી તેની જાત વિષે વિચારતો થઈ જ જશે. તમારા બદલાયેલો સ્વભાવ તેને પોતાનો સ્વભાવ બદલવાની ફરજ પડશે. યાદ રાખજો આખરે આ બધુ તમે એને હિત માટે જ કરી રહ્યા છો
  • બીજું આ સમયે સંગતની અસર ખૂબ પડતી હોય છે તો બની શકે તો એના મિત્રમંડળની તપાસ કરશો ને તેમાં કોઈ સમજદાર મિત્ર હોય તો એને વિશ્વાસમાં લઈને તેને તમારા પુત્રને સમજાવવાની જવાબદારી સોંપી શકાય કારણ કે આ ઉંમરમાં યુવાનો પોતાના મિત્રની નજીક હોય છે તેને સમજાવેલી વાત ટાળી શકતા નથી. આપણી જે વાત સાંભળવા તૈયાર નહીં હોય એ જ વાત તેમના મિત્ર દ્વારા કહેવાશે તો એ સાંભળશે પણ ખરા ને સમજશે પણ ખરા.
  • સતત ને સતત તેનો વાંક ન કાઢતા તેના સારા સ્વભાવના વખાણ પણ કરો તેને પોતાની જાત પર વિશ્વાસ રહેવો જરૂરી છે કારણ કે એ વિશ્વાસ જ એને સુધારવામાં મદદરૂપ થશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સમજતો નથી ત્યારે જ તેની અકળામણ એ ગુસ્સાના સ્વરૂપમાં બહાર કાઢે છે. એને સુધરવાની તક આપી ને જુવો. આખરે એ તમારું જ સંતાન છે ને અત્યારનું તેનું વર્તન આપણાંથી થયેલી ભૂલ છે આ વાતનો સ્વીકાર કરો ને શાંતિથી, સમજદારીથી  ભૂલ સુધારવા યોગ્ય પગલાં લો

હજુ તમારી પાસે 3 થી 4 વર્ષ છે . આ સમય નો મહત્તમ ઉપયોગ કરીને આપ સારું પરિણામ મેળવી જ શકશો એની ખાતરી છે.

સાથે એક બહેનનો પ્રશ્ન સામિલ કરેલ છે એનો જવાબ અહિયાંથી જ મળી રહેશે. છતાય સંતોષ ન હોય તો બીજા અંકમાં તેનો વિસ્તૃત જવાબ જરૂર અપાશે. જરૂર પડ્યે રૂબરૂ મળી શકાશે.

સંતાન દીકરી હોય કે દીકરો આપણો ઉછેર ખૂબ મહત્વનો બનીને રહે છે.wpid-20140618_094658.jpg

Advertisements

One thought on “

  1. સચોટ રજૂઆત અને વિચાર માંગી લેતી વાતો. કાશ બધાને સમજાય !

પ્રતિભાવ..

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s