પણ બેટા એ તો કહે કે , તારે અંગ્રેજી શીખવા કેમ જવું ?
મા ! તું ગમે તે કહે , હું ત્યાં નથી જ જવાની ..!
કઈક તો કારણો તો હશે ને ?
જવાબમાં આખો દરિયો એક કોગળામાં બહાર .
કારણ એક જ .
એ મને અડે છે , જ્યાંથી ભવિષ્યમાં કોઈ જન્મ લેશે !
એ મને અડે છે એ જગ્યાએ જ્યાંથી કોઈનું પેટ ભરાશે ..!
મારી અંદરની ‘સ્ત્રી’ ને ટુકડે ટુકડે જગાવી રહ્યા છે ને હું આ ‘સ્ત્રી’ ને કંટ્રોલમાં…!
પણ મા ! ક્યારેક જો મારા કપડાંનું આવરણ હટશે તો ?
બોલ જાઉં ત્યાં ?
અરે ? તે આ વાત પહેલાં કેમ ન કરી ?
મન તો થાય છે કે,
એ નાલાયક મનીષને ને હું મારી મારીને અધમૂવો કરી નાખું . 52 વર્ષનો થયો છે તો પણ ..!
મા ! એનું નામ મનીષ નહીં સતિશ છે . ને એ ચોત્રીસ વર્ષનાં છે .
હે ???
હા એ જ .
HEMAL MAULESH DAVE